ના હોય! નાગપુરથી મુંબઈ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા યાત્રીને વિંછીએ ડંખ માર્યો
એર ઈન્ડિયાની ફ્લાઈટોમાં અપ્રિય ઘટનાઓ થંભી જવાનું નામ લઈ રહી નથી
યાત્રીને એક ડૉક્ટરને બતાવાયા અને પછી હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપી દેવામાં આવી
એર ઈન્ડિયાની ફ્લાઈટોમાં અપ્રિય ઘટનાઓ થંભી જવાનું નામ લઈ રહી નથી. હવે અહેવાલ છે કે ગત મહિને નાગપુરથી મુંબઈ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મહિલા યાત્રીને વિંછી કરડી ગયો હતો. એરલાઈને શનિવારે આ મામલે એક નિવેદનમાં જણાવ્યું કે એરપોર્ટ પર ઊતર્યા બાદ આ યાત્રીને એક ડૉક્ટરને બતાવાયા અને પછી હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી.
એર ઈન્ડિયાએ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી
એર ઈન્ડિયાએ કહ્યું કે અમારી ફ્લાઈટ નંબર AI-630 પર 23 એપ્રિલ, 2023ના રોજ એક યાત્રીને વિંછી કરડી જવાની દુર્લભ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. એરલાઈન અનુસાર તેના પછી પ્રોટોકોલનું પાલન કરાયું અને વિમાનનું સંપૂર્ણ નિરીક્ષણ કરાતા વિંછી મળી આવ્યો હતો. તેના પછી જરૂરી પ્રક્રિયાનું પાલન કરાયું હતું. એર ઈન્ડિયાના એક અધિકારીએ કહ્યું કે આ ઘટના બાદ એર ઈન્ડિયાના કેટરિંગ વિભાગને સાફ-સફાઈની વ્યવસ્થા કરી આપવા કહેવાયું અને એ વાતની તપાસ કરવા જણાવાયું કે ક્યાંક અહીં જીવાણું તો ફેલાઈ રહ્યા નથી ને? અગાઉ પણ વિમાનમાં સરીસૃપ મળી આવવાના મામલા સામે આવ્ય હતા.